Google
 Google સહાય કેન્દ્ર
Google હોમ

Google અંગે

સહાય કેન્દ્ર
  શોધની   મૂળભૂતતાઓ
  આધુનિક શોધ
  શોધ પરિણામોનું પાનાં
  સેટિંગ્સની પસંદગીઓ


શોધ વિશિષ્ટતાઓ
જોડણી તપાસનાર, સ્ટોકના ભાવો,&વધુ

સેવાઓ અને ટૂલ્સ
લોકલ સેવા, પ્રોડક્ટ શોધ, સમાચારો&વધુ

આ સાઇટ પર શોધો:

  Google વેબ શોધ વિશિષ્ટતાઓ

વધુમાં સરળતાથી કરોડો વેબ પેજિસમાં પહોંચવાનું પૂરું પાડીને, તમે ચોક્કસ જે શોધી રહ્યાં છો તે શોધવા માટે તમને મદદ કરવા Google પાસે ઘણી ખાસ વિશિષ્ટતાઓ છે. તે અંગે વધુ જાણવા ખાસ વિશિષ્ટતાના શીર્ષક પર ક્લિક કરો.

  પુસ્તક શોધ

પુસ્તકોના સંપૂર્ણ પાઠ્ય શોધવા ગૂગલનો ઉપયોગ કરો.

  સંગ્રહીત લિંક્સ

તેને અમે ક્રમમાં કર્યા ત્યારે જેવા દેખાતા હતા તેવા દરેક પાનાંના સ્નેપશોટ જુઓ.

  કેલક્યૂલેટર

ગણિતીક સાંકેતોનું મૂલ્યાંકન કરવા ગૂગલનો ઉપયોગ કરો.

  ચલણનું રૂપાંતર

કોઇપણ ચલણનું રૂપાંતર સરળતાથી કરો.

  વ્યાખ્યાઓ

વિવિધ ઓનલાઇન સ્ત્રોતોમાંથી ભેગિ કરેલી શબ્દાવલિ મેળવવા ગૂગલનો ઉપયોગ કરો.

  ફાઈલના પ્રકારો

PDF દસ્તાવેજો અને અન્યો સહિત બિન- HTML ફાઇલ ફોર્મેટ્સ માટે શોધો.

  ગૃપ્સ

તમારા નિયમિત વેબ શોધ પરિણામોમાં Google ગૃપ્સ માંથી સંબંધિત પોસ્ટિંગ્સ જુઓ.

  મારું નસીબ જોર કરે છે

અમારાં પરિણામો છોડી દો અને તમારી ક્વેરી માટે પાછા આવેલ પ્રથમ વેબ પેજ પર જાઓ.

  ચિત્રો

તમારા નિયમિત વેબ શોધ પરિણામોમાં સંબંધિત ચિત્રો જુઓ.

  લોકલ શોધ

ઇંડિયા, યુ.એસ., યુ.કે., અને કેનેડામાં સ્થાનિક ધંધાઓ અને સેવાઓ માટે શોધો.

  ચલચિત્રો

તમારી નજીકમાં ચાલતા ચલચિત્રોની સમીક્ષાઓ અને શોનો સમય શોધવા ગૂગલનો ઉપયોગ કરો.

  સંગીત શોધ

સંગીત માહિતીની વિસ્તૃત શ્રેણીમાં ઝડપી એક્સેસ મેળવવાં ગૂગલનો ઉપયોગ કરો.

  સમાચારની મૂખ્ય લાઇનો

તમારા શોધ પરિણામોને છેલ્લામાં છેલ્લા સમાચારો સાથે વધારે છે.

  ફોન પુસ્તિકા

યુ.એસ. સ્ટ્રીટ સરનામું અને ફોન નંબરની માહિતી જુઓ.

  પ્રોડક્ટ શોધ

ઓનલાઇન વેચવા માટે પ્રોડક્ટ શોધવા, Google પ્રોડક્ટ શોધનો ઉપયોગ કરો.

  પ્ર&જ

સીધા પ્રશ્નોના ઝડપી જવાબો મેળવવા ગૂગલનો ઉપયોગ કરો.

  તમારી શોધને સુદૃઢ કરો. - નવું!

તમારા પરિણામો કેન્દ્રિત કરવા અને સુધારવા માટે તાત્કાલિક માહિતી અને વિષય-ખાસ લિંક ઉમેરો.

  પરિણામોનું પ્રિકેચિંગ

ફાયરફોક્સમાં શોધવાને ઝડપી બનાવો.

  નંબરથી શોધો.

પેકેજ ટ્રેકિંગ માહિતી, યુ.એસ. પેટન્ટ્સ, અને વિવિધ ઓનલાઈન ડેટાબેઝનો એક્સેસ કરવા ગૂગલનો ઉપયોગ કરો.

  સમાન પાનાં

પ્રદર્શિત પાનાં જે ચોક્ક્સ પરિણામ સાથે સંબંધિત છે.

  સાઇટ શોધ

તમારી શોધને નિર્ધારિત સાઇટ સુધી પ્રતિબંધિત કરો.

  જોડણી તપાસનાર

ક્વેરિ માટે વૈકલ્પિક જોડણીઓ પ્રસ્તુત કરે છે.

  સ્ટોક અને ફંડના ભાવો

એક્દમ અદ્યતન સ્ટોક અને મ્યૂચ્યુઅલ ફંડના ભાવો અને માહિતી મેળવવા ગૂગલનો ઉપયોગ કરો.

  સ્ટ્રીટના નકશાઓ

યુ.એસ. સ્ટ્રીટ નકશાઓ શોધવા ગૂગલનો ઉપયોગ કરો.

  પ્રવાસ માહિતી

ઇંડિયા, યુ.એસ.માં એરલાઈન ફ્લાઇટની સ્થિતિ ચકાસો અથવા એરપોર્ટ વિલંબ અને હવામાન પરિસ્થિતિઓનું અવલોકન કરો.

  હવામાન

ઇંડિયા, યુ.એસ.માં કોઇપણ સ્થળ માટે અત્યારની હવામાન પરિસ્થિતિઓ અને આગાહી તપાસો.

  • વેબ પેજ ભાષાંતર 

અન્ય ભાષાઓનાં વેબ પેજિસમાં તમને એક્સેસ પૂરો પાડે છે.

  તમારી સાથે કોણ જોડાય છે?

પાનાં શોધો જે ખાસ URL ને પોઇન્ટ કરે છે.


પુસ્તક શોધ

Print પુસ્તકોને જ ઓનલાઇન લાવીને વિશ્વની માહિતી ઓનલાઇન મેળવવા Google સહાય કરે છે. જ્યારે પણ અમારા Google પુસ્તક શોધ ઇન્ડેક્સમાં પુસ્તકોની વિષય વસ્તુ તમારી શોધના શબ્દો સાથે મેળ ખાય છે ત્યારે, તમે તમારા શોધ પરિણામોના પાનાંના ટોચ પર પુસ્તક પરિણામોની હેઠળ તે પુસ્તકોની લિંક જોશો. કોઇપણ પુસ્તકના શીર્ષક પર ક્લિક કરો અને તમે તે પુસ્તકમાં તે પાનાં જોશો જેમાં તમારી શોધનો શબ્દ સામેલ હશે, તેમ જ શીર્ષક અંગેની અન્ય માહિતી પણ સામેલ હશે. "Buy this book" હેઠળની લિંક્સ માંથી કોઇ પણ એક પર ક્લિક કરો, અને તમે સીધા તે પુસ્તકના સ્ટોર પર જશો જે આ પુસ્તક ઓનલાઇન વેચતા હશે.

ઉદાહરણ :  

સંગ્રહીત લિંક્સ

વેબ પર ક્રોલ કરતા દરમિયાન Google, પરિક્ષણ કરેલ દરેક પાનાંનો સ્નેપશોટ લે છે અને મૂળ પાનાં ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં તેને કેશ કરે છે. તમે “સંગ્રહીત” લિંક પર ક્લિક કરો તો, અમે તેને ઇન્ડેક્સ કરેલું ત્યારે તે જેવું લાગતું હતું તેવું જ વેબ પેજ તમે જોશો. ”સંગ્રહીત” વિષય વસ્તુ તે વિષય વસ્તુ છે જેનો ઉપયોગ Google, આ પાનાં તમારી ક્વેરિ સાથે સુસંગત મેળ થાય છે કે કેમ તે નક્કી કરવા કરે છે.

જ્યારે સંગ્રહીત પાનાં પ્રદર્શિત થાય ત્યારે ટોચ પર હેડર હશે જે એવી યાદી તરીકે સેવા આપશે કે આ છેલ્લામાં છેલ્લી પેજની આવૃત્તિ હોવી જરૂરી નથી. તમારું પાનાં શા માટે સુસંગત છે તે તમને જોવાનું સરળ બનાવવા, તે શબ્દો જે તમારી ક્વેરિ સાથે મેળ ખાતા હોય તેને સંગ્રહીત આવૃત્તિ પર હાઇલાઇટ કરાય છે.

સાઇટો માટે સંગ્રહીત લિંક છૂટી ગઇ છે જે ઇન્ડેક્સ થઇ નથી, તેમ જ માલિકોએ જેની માગણી કરી છે તેવી સાઇટો માટે અમે તેમની વિષય વસ્તુને કેશ કરતા નથી.

Google
... અમારી સાથે જાહેરાત કરો - ધંધાકીય નિરાકરણો - સેવાઓ&ટૂલ્સ - નોકરીઓ,
પ્રેસ, & સહાય ©2004 Google - 4,285,199,774 વેબ પેજિસ શોધી રહ્યા છે.
www.google.com/ - 3k - નવેમ્બર 26, 2004 -
» સંગ્રહીત « - સમાન   પાનાં



કેલક્યૂલેટર

calculator ગૂગલની અંદરના કેલ્ક્યુલેટર ફંકશનનો ઉપયોગ કરવા, શોધ બોક્સમાં માત્ર તમે જે ગણતરી કરવા માગો તે ગણતરી દાખલ કરો અને એન્ટર કી દબાવો કે Google શોધ બટન પર ક્લિક કરો. કેલ્ક્યુલેટર, મૂળભૂત ગણિતશાસ્ત્ર, વધુ મુશકેલ ગણિત, માપના એકમો અને રૂપાંતરણો, અને ભૌતિક કોન્સ્ટન્ટસ સહિત ગણિતના પ્રશ્નો ઉકેલી શકે છે. નીચે પૈકીના એક નમૂનારૂપી સાંકેતોનો પ્રયત્ન કરો, અથવા તમારું પોતાનું બનાવવામાં મદદ માટેઅમારી સંપૂર્ણ સૂચનાઓનો સંદર્ભ કરો.

આ ઉદાહરણની ક્વેરિ આ નવી વિશિષ્ટતાઓની યુટિલિટી અને પાવર નિદર્શન કરે છે:

ઉદાહરણ :  


ચલણનું રૂપાંતર

અમારી અંદરના ચલણ રૂપાંતરનો ઉપયોગ કરવા, શોધ બોક્સમાં માત્ર તમે જે રૂપાંતર કરવા માગો છો તે દાખલ કરો અને એન્ટર કી દબાવો કે Google શોધ બટન પર ક્લિક કરો.

અહીં કેટલીક ઉદાહરણ ક્વેરિઓ છે :

ઉદાહરણ :  


વ્યાખ્યાઓ

શબ્દ કે વાક્ય માટેની વ્યાખ્યા જોવા, માત્ર "define," શબ્દ ટાઇપ કરો, પછી ખાલી જગ્યા છોડો, અને પછી તમને જે શબ્દ (દો) ની “define” જોઇતી હોય તે ટાઇપ કરો. Google પાસે વેબ પર શબ્દ કે વાક્ય માટે વ્યાખ્યા હોય તો, તે માહિતી મેળવશે અને તેને તમારા શોધ પરિણામોની ટોચ ઉપર પ્રદર્શિત કરશે.

ઉદાહરણ :  
તમને જેની વ્યાખ્યા જોઇતી હોય તેની અને શબ્દ વચ્ચે કોઇ જગ્યા ન હોય તે રીતે તમે પણ ખાસ ઓપરેટર "define:" નો સમાવેશ કરીને “define” ઓની સૂચિ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, શોધ [define:World Wide Web]વિવિધ ઓનલાઇન સ્ત્રોતો માંથી ”World Wide Web” માટે વ્યાખ્યાઓની સૂચિ તમને બતાવશે


ફાઇલના પ્રકારો

ગૂગલે બિન- HTML ફાઇલના પ્રકારોની સંખ્યા 12 ફાઇલ ફોર્મેટ્સ સુધી શોધવા વિસ્તારી છે. PDF દસ્તાવેજો ઉપરાંત, Google હવે માઇક્રોસોફ્ટ ઓફિસ, પોસ્ટસ્ક્રિપ્ટ, કોરલ વર્ડપરફેક્ટ, લોટસ 1-2-3, અને અન્યોને શોધે છે. નવી ફાઇલના પ્રકારો, જ્યાં પણ તેઓ વપરાશકર્તાની ક્વેરિ સાથે સુસંગત હોય, તે રીતે Google શોધ પરિણામોમાં સામાન્ય રીતે દેખાશે.

Google વપરાશકર્તાને " HTML તરીકે જુઓ" સમર્થ કરવાનું પણ પ્રસ્તુત કરે છે, આનુષંગિક અનુપ્રયોગ સ્થાપિત ન હોય તો પણ આ ફાઇલની ફોર્મેટ્સની વિષયવસ્તુને ચકાસવા વપરાશકર્તાને અનુમતિ આપે છે. "HTML તરીકે જુઓ" વિકલ્પ કેટલીકવાર અમુક ફાઇલ ફોર્મેટ્સમાં આવતા વાયરસોને અવગણવા વપરાશકર્તાઓને અનુમતિ આપે છે.

એકંદરે, વધારાના ફાઇલના પ્રકારો Google વપરાશકર્તાઓને ર્વલ્ડ વાઇડ વેબ પર ઉપલબ્ધ વિષય વસ્તુના વિસ્તૃત અવલોકન પૂરાં પાડે છે. અને Google પાસે સમય જતાં ફાઇલના પ્રકારોની શ્રેણીની ઉપલબ્ધતા વધારવાનું ચાલુ રાખવાનું આયોજન છે.

આ વિશિષ્ટતા અંગે વધુ માહિતી માટે, કૃપા કરીને ફાઇલના પ્રકારના FAQ વાંચો.

» [PDF] « શોધ એન્જિનની સંરચના
ફાઇલ ફોર્મેટ : PDF/ એડોબે એક્રોબેટ -» HTML તરીકે જુઓ «
... બીજું, Googleકેટલીક દૃશ્ય રજૂઆતની વિગતોનો ટ્રેક રાખે છે જેમ કે ફોન્ટ...ફોન
નંબરો, ઉત્પાદન નંબરો), પાઠ્ય અથવા ફોર્મેટ (પાઠ્ય, HTML, PDF, ચિત્રો, ધ્વનિઓ...
www-db.stanford.edu/pub/papers/google.pdf - સમાન પાનાં

તમે નિશ્ચિત ફાઇલના પ્રકાર (ઉદાહરણ તરીકે, PDF લિંક્સ) સાથેના પરિણામોનો ખાસ સેટ જોવાનું પસંદ કરો તો, શોધ બોક્સની અંદર માત્ર તમારા શોધ શબ્દ (દો) ની સાથે ફાઇલનો પ્રકાર : [એક્સટેન્શન] (ઉદાહરણ તરીકે,filetype:pdfફાઇલનો પ્રકાર:pdf)ટાઇપ કરો.

ઉદાહરણ :  

પ્રોડક્ટ શોધ

Product Search તમે ગૂગલનો ઉપયોગ કરીને ઉત્પાદન માટે શોધતા હોવ તો, તમે તમારા શોધ પરિણામોની ટોચ પર સુસંગત પ્રોડક્ટ શોધ માહિતી અને લિંક્સ પ્રદર્શિત થયેલી જોઇ શકો. આ પ્રોડક્ટ શોધ પરિણામો વેપારીઓની સાઇટો સાથે લિંક થયેલી હોય છે જે પ્રોડક્ટ શોધ, ગૂગલની પ્રોડક્ટ શોધ સેવામાં ભાગ લે છે. આ પરિણામો જાહેરાતો નથી, કારણ કે પ્રોડક્ટ શોધમાં ભાગીદારી વેપારીઓને સંપૂર્ણપણે મફત છે.

ઉદાહરણ :  

જૂથો

Groups તમે Google પર શોધો ત્યારે, કેટલીકવાર તમે Google જૂથોમાંથી પરિણામો તમારા શોધ પરિણામોના પાનાંની નીચે દેખાશે. આ સંદેશા એ છે જે વપરાશકર્તાઓએ તમારા શોધ સાથે સુસંગત વિષય અંગે ચર્ચા જૂથમાં મુક્યા છે. આ પરિણામો પૈકી એક પર ક્લિક કરવાથી તમને Google જૂથોની સાઇટ પર સંપૂર્ણ પાઠ્ય સંદેશમાં લઇ જશે.

ઉદાહરણ :  

મારું નસીબ જોર કરે છે

"મારું નસીબ જોર કરે છે" ™ બટન તમને સીધા તમારી ક્વેરિ માટે મળેલા પ્રથમ વેબ પેજ પર લઇ જશે. તમે અન્ય પરિણામો બિલકુલ જોઇ શકશો નહીં. “મારું નસીબ જોર કરે છે" શોધ એટલે તમે વેબ પેજિસ શોધવા માટે ઓછો સમય ખર્ચો છો અને તેઓને જોવા વધુ ટાઇમ આપો છો.

ઉદાહરણ તરીકે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માટેનું હોમપેજ શોધવા, શોધ ફિલ્ડમાં માત્ર સ્ટેનફોર્ડ દાખલ કરો અને “મારું નસીબ જોર કરે છે” બટન પર ક્લિક કરો. Google તમને સીધા "www.stanford.edu" સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું સત્તાવાર હોમપેજ, પર લઇ જાય છે.

ઉદાહરણ :  
શું તમારુ નસીબ જોર કરે છે?


ચિત્રો

તમે ક્યારેક તમારા શોધ પરિણામોની ટોચ પર નાના ચિત્રો જોઇ શકો. આ ચિત્રો છે જે તમારી શોધ શરતો સાથે સુસંગત છે તેમ અમે વિચારીએ છીએ.

તમે Google ચિત્ર શોધ દ્વારા સુસંગત ચિત્રો પણ શોધી શકો છો, અથવા તમે સામાન્ય વેબ શોધ કરતા હોવ ત્યારે તમારા શોધ શબ્દોમાં ‘pics’ કે ’pictures’ જેવા શબ્દો ઉમેરીને ચિત્રો પણ શોધી શકો છો.

ઉદાહરણ :  

સ્થાનિક શોધ

Local Search Google નિશ્ચિત વિસ્તારમાં સ્ટોર્સ અને ધંધાઓ માટે સમગ્ર વેબમાં શોધવા તમને સક્ષમ બનાવે છે. તમારા શોધમાં શહેર અને ઝીપ કોડનો સમાવેશ કરો અને Google તમારા શોધ પરિણામોના ટોચ પર સમીક્ષાઓ, દિશાઓ, અને વધુ માહિતી સાથેની લિંક્સ સાથે તે સ્થળ માટેના સુસંગત પરિણામો નકશા પર પ્રદર્શિત કરે છે.

ઉદાહરણ :  

ચલચિત્રો

Movies તમારી નજીક ચાલતા ચલચિત્રો માટે સમીક્ષાઓ અને શોના સમયો શોધવા, Google શોધ બોક્સમાં ”movies”, “showtimes” અત્યારની ફિલ્મનું નામ ટાઇપ કરો. Google સ્થાનિકનો ઉપયોગ કરીને, તમે તમારા સ્થળને પહેલેથી સાચવેલા હોય તો, ટોચનું શોધ પરિણામ તમે પસંદ કરેલ ચલચિત્ર માટે નજીકના થિયેટર માટેના શોના સમયો દર્શાવશે.

ઉદાહરણ :  

તમારી નજીકના અત્યારે ચાલતા ચલચિત્ર માટે થિયેટરો અને શોના સમયો શોધવા, માત્ર ચલચિત્રો ’ ના નામ માટે શોધો.

ઉદાહરણ :  

ચલચિત્રનું શીર્ષક યાદ નથી આવતું, કે કંઇક નવું જોવા માટે શોધી રહ્યાં છો? તમે “Movie:” ઓપરેટર નિશ્ચિત એક્ટર, ડાઇરેક્ટર કે પ્લોટની વિગતો સંબંધિત ફિલ્મ શોધવા નો ઉપયોગ કરી શકો છો.

ઉદાહરણ :  

શું તમે શોધેલા ચલચિત્રો અંગે વાંચવા માગો છો? તમારા શોધ પરિણામોમાં 5 સ્ટારમાંથી સરેરાશ ક્રમ અને ઓનલાઇન સમીક્ષામાંથી ઘણાં સંક્ષેપો તેમ જ સમીક્ષાઓની લિંકસ પણ સામેલ હશે. આ ફિલ્મના ઓનલાઇન સમીક્ષાઓની સંપૂર્ણ સૂચિ માટે શિર્ષકની નજીકની કોઇપણ “સમીક્ષાઓ” લિંકને ક્લિક કરો.

સંગીત શોધ

કલાકારો, ગીતો, આલબમ્સ અંગે વધુ માહિતી અને તમને જોઇતું હોય તે સંગીત ખરીદવાના સ્થળો શોધો. તમે શોધ બોક્સમાં યુ.એસ.માં પ્રખ્યાત કલાકારનું નામ દાખલ કરો તો, અમે તમારા શોધ પરિણામોની ટોચ પર તે કલાકર સાથે સંબંધિત વપરાશકર્તાઓની સમીક્ષાઓ, ગીતોના શીર્ષકો, સંગીત ખરીદવા માટેના સ્ટોર્સ અને અન્ય ઉપયોગી માહિતી પ્રદર્શિત કરીશું.

ઉદાહરણ :  

 Pixies
Albums :Doolittle, Surfer Rosa Pixies, and more…
Songs: Debaser, Wave of Mutilation, Silver, and more...
Pixies માટે વધુ સંગીત પરિણામો

તે કલાકાર સાથે સંબંધિત આલ્બમ્સ, ગીતો, અંને વધુ જેવી વધુ સંગીત માહિતી જોવા લિંક પર ક્લિક કરો.

સમાચારની મૂખ્ય લાઇનો

Business Listings Google પર શોધી રહ્યા હોવ ત્યારે તમારા પરિણામોની ટોચ પર “સમાચારો” ચિન્હિત કરેલ લિંક્સ જોઇ શકશો. આ લિંક્સ તમને તે અહેવાલો પર જોડાણ કરી આપે છે જેનો Google દ્વારા સતત દેખરેખ કરાતી સમાચાર સેવાઓમાંથી નાશ કરવામાં આવ્યો છે. તમે દાખલ કરેલ શબ્દો અત્યારે સમાચારમાં હોય તો લિંક્સ દેખાશે, અને તેઓને ક્લિક કરવાથી તે પૂરાં પાડતી સેવામાં તમને સીધા લઇ જશે.

ઉદાહરણ :  

ફોન પુસ્તિકા

PhoneBook અમે શોધ બોક્સ દ્વારા પૂરી પાડીએ છીએ તે માહિતી સાથે ગુગલે, યુએસ સ્ટ્રીટ સરનામા અને ફોન નંબર શોધોની સુવિધા વધારી છે. શોધો જેમાં ખાસ પ્રકારના કિવર્ડસ સામેલ હોય છે તે પરિણામોના પાનાંની ટોચ પર જાહેર સૂચિબદ્ધ ફોન નંબરો અને સરનામાઓ જોશો.

યુ.એસ. નિવાસીમાટે સૂચિઓ શોધવા, Google શોધ બોક્સમાં નીચેના પૈકી કોઇ એક સંયોજકો ટાઇપ કરો :

  • પહેલું નામ (અથવા પહેલો અક્ષર), છેલ્લું નામ, શહેર (રાજ્ય વૈકલ્પિક છે)
  • પહેલું નામ (અથવા પહેલો અક્ષર), છેલ્લું નામ, રાજ્ય
  • પહેલું નામ (અથવા પહેલો અક્ષર), છેલ્લું નામ, વિસ્તારનો કોડ
  • પહેલું નામ (અથવા પહેલો અક્ષર), છેલ્લું નામ, ઝીપ કોડ
  • ફોન નંબર, વિસ્તારના કોડ સહિત
  • છેલ્લું નામ, શહેર, રાજ્ય
  • છેલ્લું નામ, ઝીપ કોડ

Google ફોનપુસ્તિકામાંથી તમારો રહેણાંક ફોન અને સરનામું દૂર કરવા,અહીં ક્લિક કરો.


પ્ર & જ

જાપાનની વસ્તિ જાણવા માગો છો? અલ્જેરિયામાં કયું ચલણ વપરાય છે? બોનોનું જન્મસ્થળ? Google શોધ બોક્સમાં તે ટાઇપ કરીને હકીકત આધારિત પ્રશ્ન કે ક્વેરિ (જેમ કે population of japan) સાથે અમને હીટ કરો. અમે વેબ પર શોધીશું અને તમારા શોધ પરિણામો પાનાંના ટોચ પર જવાબ પ્રદર્શિત કરીશું. અમે આ માહિતી માટે અમારા સ્ત્રોતને પણ લિંક કરીએ છીએ જેથી તમે હજી વધુ પણ જાણી શકો.

ઉદાહરણ :  

તમારી શોધને સદૃઢ બનાવો

અમુક વિષયોની અંદરની શોધો માટે, તમને શોધ પરિણામોના પાનાંની ટોચ પર લિંક્સ ધ્યાનમાં આવશે જે તમને તમારી શોધને ઝડપથી નાની કરવા મદદ કરે છે.



આ લિંક્સ લેબલ્સ છે જે અમુક વેબપેજિસ સાથે સંકળાયેલ છે. સંસ્થાઓ, ધંધાઓ, અને વ્યક્તિઓ તેઓ શ્રેષ્ઠ જાણતા હોય તે વિષયોમાં વેબસાઇટોને લેબલ કરી શકે છે. તમેGoogle કો-ઓપ નિર્દેશિકાની મુલાકાત લઇને આ ઘણાં પ્રદાનકર્તાઓમાં લવાજમ ભરી શકો છો..

ઉદાહરણ :  
ઉદાહરણ :  

Google કો-ઓપ નિર્દેશિકામાં લવાજમ કરેલી લિંક્સ, જે તમારા શોધ પરિણામોમાં તાત્કાલિક માહિતી પૂરી પાડે છે - વસ્તુઓ જેમ કે રેસ્ટોરન્ટ આરક્ષણ, નાણાકીય માહિતી, કે સેલિબ્રિટી ગોસિપ પણ સામેલ છે. આ સેવાઓને, તમારી પસંદગીના પ્રદાનકર્તાઓમાં લવાજમ ભરીને તમારા Google શોધમાં ઉમેરો.


પરિણામોનું પ્રિફેચિંગ

કેટલાક શોધો પર, Google સ્વયંચાલિત રીતે, તમે તે ક્લિક કરો તે પહેલાં ટોચના શોધ પરિણામ ડાઉનલોડ શરૂ કરવા તમારા બ્રાઉઝરને સૂચનાઓ આપે છે. તમે ટોચના પરિણામ પર ક્લિક કરો તો, લક્ષ્ય પાનાં પહેલાં કરતાં વધુ ઝડપે લોડ થશે.

Google આ કાર્યક્ષમતા પૂરી પાડવાં, ફાયરફોક્સ અને મોઝિલ્લા વેબ બ્રાઉઝર્સમાં ખાસ પ્રિફેચિંગ વિશિષ્ટતા નો ઉપયોગ કરે છે, જેથી પ્રિફેચિંગ પરિણામો ઇન્ટરનેટ એક્સપ્લોરર કે અન્ય વેબ બ્રાઉઝર્સમાં ઉપલબ્ધ નથી. તમે તમારા વેબ બ્રાઉઝર પસંદગીઓમાં,મોઝિલ્લા પ્રિફેચિંગ FAQવર્ણવ્યા મુજબ પ્રિફેચિંગ અક્ષમ કરી શકો છો. ફાયરફોક્સમાં, તમે નીચે પ્રમાણે કરવાથી પ્રિફેચિંગ અક્ષમ કરી શકો છો :

  1. સરનામાં બારમાં "about:config" ટાઇપ કરો.
  2. "network.prefetch-next" સેટિંગ સુધી સ્ક્રોલ ડાઉન કરો અને મૂલ્યને "False" માં સેટ કરો.

પ્રિફેચિંગ સક્ષમ કરવા સાથે, તમે ક્લિક ના કરેલી હોય તેવી વેબ સાઇટોમાંથી તમારા વેબ બ્રાઉઝરોની કેશમાં કૂકિઝ અને વેબ પેજિસ આવશે કારણ કે જ્યારે તમે Google શોધ પરિણામોના પાનાંનું અવલોકન કરો ત્યારે પ્રિફેચિંગ સ્વયંચાલિત થઇ જાય છે. તમે આ ફાઇલો તમારા બ્રાઉઝરની કેશ અને કૂકિઝને સાફ કરીને કાઢી નાખી શકો છો.

તમે વેબ સર્વર ચાલુ કરો તો, તમે અમારા વેબમાસ્ટર FAQઆ વિશિષ્ટતા અંગે વેબમાસ્ટર-નિશ્ચિત માહિતી શોધી શકો છો.

નંબર દ્વારા શોધો

પાર્સલ ટ્રેકિંગ આઇડી, પેટન્ટ્સ અને અન્ય વિશેષ નંબરો, તેમના અંગેની માહિતી ઝડપથી એક્સેસ કરવા માટે ગૂગલના શોધ બોક્સમાં દાખલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, FedEx નો ટ્રેકિંગ નંબર ટાઇપ કરવાથી તમારા પેકેજની છેલ્લામાં છેલ્લી માહિતી મળશે. નંબર પ્રકારો દ્વારા અન્ય ખાસ શોધમાં સમાવિષ્ટ છે :

UPS ટ્રેકિંગ નંબરો ઉદાહરણ શોધ : "1Z9999W99999999999"
FedEx ટ્રેકિંગ નંબરો

ઉદાહરણ શોધ : "999999999999"

USPS ટ્રેકિંગ નંબરો ઉદાહરણ શોધ : "9999 9999 9999 9999 9999 99"
વાહન આઇડી (VIN) નંબરો ઉદાહરણ શોધ : "AAAAA999A9AA99999"
UPC કોડ્સ ઉદાહરણ શોધ : "073333531084"
ટેલિફોન વિસ્તાર કોડ્સ ઉદાહરણ શોધ : "650"
પેટન્ટ નંબરો ઉદાહરણ શોધ : "Patent 5123123"
તમારા પેટન્ટ નંબર પહેલાં, " patent " શબ્દ મુકવાનું યાદ રાખવું.
ઉદાહરણ :  
તમે Google જોડે શોધાવા ઇચ્છો તેવા બીજા અન્ય નંબરોના પ્રકારો છે? કૃપા કરીનેઅમારો સંપર્ક કરો.


સમાન પાનાં

જ્યારે તમે શોધના પરિણામોના "સમાન પાનાં" લિંક પર ક્લિક કરો ત્યારે Google આ પરિણામને સંબંધિત પાનાં માટે વેબ પર સ્વયંચાલિત રીતે શોધખોળ કરે છે.

સમાન પાનાં વિશિષ્ટતાઓનો ઘણા હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે. જો તમને ચોક્કસ સાઇટની વિષયવસ્તુ ગમે, પરંતુ તમે ઇચ્છો એ હજી વધારે કંઇક જણાવી શકે, તો સમાન પાનાં તે જ પ્રકારના વિષયવસ્તુ સાથેની સાઇટો શોધી શકે છે જેનાથી તમે પરિચિત ન હોવ. જો તમે ઉત્પાદન વિશેની માહિતી શોધી રહ્યા હોવ તો, સમાન પાનાં સ્પર્ધાત્મક માહિતી શોધી શકશે જેથી તમે સીધી તુલના કરી શકો. જો તમે એક ચોક્કસ ક્ષેત્ર પર સંશોધન કરવા ઇચ્છતા હોવ તો, સમાન પાનાં ખૂબ ઝડપથી, અને સાચા કીવર્ડો પસંદ કરવાની ચિંતા કર્યા વગર મોટી સંખ્યામાં સ્ત્રોતો શોધી આપવામાં તમને મદદ કરી શકે છે.

પાનાં જેટલું ખાસ હશે, Google તમારા માટે તેટલા જ ઓછા પરિણામો શોધી આપી શકશે. ઉદાહરણ તરીકે, જો તેની પાસે તમારા પાનાં ને બીજા પાનાં સાથે જોડાણ કરવાની સત્તાયુક્ત પૂરતી માહિતી નહીં હોય તો સમાન પાનાં તમારા વ્યક્તિગત હોમ પેજ માટે સંબંધિત પાનાં શોધવા સક્ષમ ના પણ બની શકે. ઉપરાંત, જો કંપનીઓ પોતાના પાનાં માટે (જેમ કે company.com અને www.company.com ) બહુવિધ URLs નો ઉપયોગ કરતા હોય તો, સમાન પાનાં પાસે એક URL માટે ઓછી માહિતી હોઇ શકે, પરંતુ બીજા માટે ઘણી વધારે હોઇ શકે. સામાન્યરીતે, આમ છતાં, સમાન પાનાં મોટાભાગના વેબ પેજિસ માટે સારી રીતે કામ કરે છે.

ગૂગલ
... અમારી સાથે જાહેરાત કરો - ધંધાકીય નિરાકરણો - સેવાઓ & ટૂલ્સ - નોકરીઓ,
પ્રેસ, & સહાય ©2004 ગૂગલ - 4,285,199,774 વેબ પેજિસ શોધી રહ્યા છે.
www.google.com/ - 3k - માર્ચ 26, 2004 - સંગ્રહીત -
» સમાન   પાનાં «



સાઇટ શોધો

"site" શબ્દ પછી કોલન તમારી શોધને ચોક્કસ સાઇટ સુધી મર્યાદિત કરવામાં તમને સક્ષમ કરે છે. આ કરવા માટે, Google શોધ બોક્સમાંadmission site :sampledomain.com સિન્ટેક્ષનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, સ્ટેનફોર્ડની સાઇટ પર પ્રવેશની માહિતી શોધવા માટે, કરો

ઉદાહરણ :  

જોડણી તપાસનાર

ગૂગલનું જોડણી તપાસનાર સોફ્ટવેર તમે શબ્દની જોડણીની સૌથી સામાન્ય આવૃત્તિનો ઉપયોગ કરો છો કે કેમ તે જાણવા સ્વયંચાલિત રીતે તમારી ક્વેરિ જુવે છે અને તપાસે છે. જો તે ગણતરી કરે કે તમે વૈકલ્પિક જોડણીથી વધુ સંબંધિત શોધ પરિણામોનું નિર્માણ કરી શકશો તો તે પૂછશે, શું તમારો આ અર્થ હતો : (વધુ સામાન્ય જોડણી)? સૂચિત જોડણી પર ક્લિક કરવાથી તે શબ્દ માટે Google શોધ શરૂ થશે. ગૂગલની જોડણી તપાસ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બધા શબ્દોની હાજરી પર આધારિત છે તે કારણસર, ધોરણસરના જોડણી તપાસ પ્રોગ્રામ કે નિર્દેશિકા પર ના દેખાય તેવા પ્રોપર નાઉન (નામો અને સ્થળો) માટે સામાન્ય જોડણીઓના સૂચનો કરવા તે સક્ષમ છે.


સ્ટોક અને ફંડના ભાવો

સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડના ભાવો મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરવા શોધ બોક્સમાં માત્ર ચિહ્ન દાખલ કરો.

ઉદાહરણ :  
Cisco

Google ફાઇનાન્સમાંથી વધુ સંબંધિત માહિતી જોવા માટે ચાર્ટ પર અથવા Google ફાઇનાન્સ લિંક પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે, આપેલ લિંક્સ પર ક્લિક કરીને વધુ માહિતી માટે તમે સીધા જ બીજા નાણાકીય પ્રદાનકર્તાઓ પર જઇ શકો છો. આ નાણાકીય માહિતી પ્રદાનકર્તાઓ, સ્વતંત્ર ત્રીજા પક્ષકાર દર્શક માપક પેઢીઓ દ્વારા નક્કી કરાયેલ લોકપ્રિયતા પર આધારિત પસંદ અને ક્રમવાર કરવામાં આવે છે. ઉપરાંત, અમે ડાઉનલોડ સ્પિડ, વપરાશકર્તા ઇન્ટરફેસ અને કાર્યદક્ષતાઓ જેવા અગત્યના ગુણવત્તા પરિમાણો ધ્યાનમાં રાખીએ છીએ. જો તમે, અમે સામેલ કરીએ તેવા પ્રદાનકર્તાનું સૂચન કરવા ઇચ્છતા હોવ, કૃપા કરીનેઅમારો સંપર્ક કરો.


સ્ટ્રીટના નકશાઓ

map icon

સ્ટ્રીટના નકશાઓ શોધવા ગૂગલનો ઉપયોગ કરવા, Google શોધ બોક્સમાં ઝીપ કોડ અથવા શહેર/ રાજ્ય સહિત યુ.એસ. સ્ટ્રીટ સરનામું દાખલ કરો (દા.ત. 165 University Ave Palo Alto CA). મોટા ભાગે, સ્ટ્રીટ સરનામું અને શહેરનું નામ પૂરતું હશે.

ઉદાહરણ :  

જ્યારે Google તમારી ક્વેરિને નકશાની વિનંતી તરીકે ઓળખે છે ત્યારે અમે તમને Google નકશા પર તમારું સરનામું દર્શાવીશું અને તમને દિશાઓ મેળવવાં અને તમારું પ્રાથમિક સ્થળનો સંગ્રહ કરવા તમને સક્ષમ કરીશું.


પ્રવાસ માહિતી
નિર્ધારિત એરપોર્ટ પર વિલંબ અને હવામાનની પરિસ્થ્તિઓ જોવા માટે, એરપોર્ટનો ત્રણ અક્ષરના કોડ પછી" airport " શબ્દ ટાઇપ કરો. quot\;

ઉદાહરણ તરીકે, "amd airport" માટે શોધ કરીને અમ્દાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના અદ્યતનો મળી શકે છે.

ઉદાહરણ :  
યુ.એસ. ફ્લાઇટની સ્થિતિ તપાસવા, એરલાઇનનાં નામ પછી ફ્લાઇટનો નંબર ટાઇપ કરો. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 134 ની સ્થિતિ જોવા "United 134" શોધો.

ઉદાહરણ :  


હવામાન

નિર્ધારિત યુ.એસ. અથવા વૈશ્વિક સ્થળની હવામાન પરિસ્થિતિઓ અને ચાર દિવસની આગાહી જોવા "weather," પછી સ્થળ ટાઇપ કરો. સામાન્યરીતે શહેરનું નામ પૂરતું હશે પરંતુ તમે રાજ્ય કે ઝીપ કોડ કે વૈશ્વિક શહેરો માટે દેશ સામેલ કરવા ઇચ્છી શકો. ઉદાહરણ તરીકે, Palo Alto નું હવામાન જોવા, તમે "weather palo alto, ca" કે "weather palo alto 94301" માટે શોધી શકો.

જો તમે તમારા વ્યક્તિગત Google હોમપેજ પર આ સ્થળનું હવામાન જોવા ઇચ્છતા હોવ તો તમે તે ઉપરના જમણા ખૂણામાં મારા Google હોમપેજમાં ઉમેરો બટન પર ક્લિક કરીને તેમ કરી શકો છો.

ઉદાહરણ :  

બધી હવામાન પરિસ્થિતિઓ અને આગાહીઓ Weather Underground, Inc દ્વારા પૂરી પાડવામાં આવે છે.


વેબ પેજનું ભાષાંતર

આ ભાષાંતર વિશિષ્ટતાથી Google ભાષાકિય સરહદોને તોડે છે. મશીનથી ભાષાંતર ટેકનોલોજીનો ઉપયોગ કરીને Google હવે તમને તમારી ભાષા સિવાયની અન્ય ભાષામાં વેબ પેજિસને એક્સેસ કરવા સમર્થ બનાવે છે. હાલમાં, Google નીચેની ભાષાંતરની જોડીઓ પ્રસ્તુત કરે છે: એંગ્રેજીથી અરેબિક, ચાઇનીઝ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, કોરિયન, જાપાનીઝ, સ્પેનિશ, અને પોર્ટુગીઝ અને તેમાંથી અંગ્રેજી; અને જર્મનથી ફ્રેંચ અને તેમાંથી જર્મન.

જો તમારી શોધના પરિણામમાં આમાંથી એક ભાષાનું પાનાં સામેલ હોય, અને અમે તમારી ભાષાંતરની જોડીને સહાય કરતા હોઇએ તો તમે આ પાનાંને એક જ ક્લિકથી તમારી ભાષામાં ભાષાંતર કરી શકો છો.

વિશિષ્ટતા અંગે વધુ માહિતી માટે, કૃપા કરીનેભાષાંતરના FAQ.

RépertoireWeb de Google - વિશ્વ > Français - » [ આ પાનાંનું ભાષાંતર કરો ] «
... Modifié par Google - ©2003Google Aide du répertoire
Google - À propos - Googleઅંગ્રેજીમાં.
directory.google.com/Top/World/ - 7k - માર્ચ 26, 2004 - કેશ્ડ - સમાન પાનાં



તમારી સાથે કોણ લિંક થાય છે?

કેટલાક શબ્દો પછી જ્યારે કોલન કરવામાં આવે છે તેનો Google માટે ખાસ અર્થ હોય છે. Google માટે આવો એક શબ્દ છે link: ઓપરેટર. ક્વેરિ link:siteURL તમને તે URL પર નિર્દેશિત થતા પાનાં બતાવે છે. ઉદાહરણ તરીકે, link:www.google.com તમને ગૂગલના હોમ પેજ પર નિર્દેશિત થતા પાનાં બતાવે છે. તમે link: શોધને નિયત કીવર્ડ શોધ સાથે જોડી શકશો નહીં.

ઉદાહરણ :