નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Farm Laws)ના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ( Farmers Protest) વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. આ વાતની જાહેરાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર  (Narendra Singh Tomar)એ કર્યો છે સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે ખેડૂતો સાથે ચર્ચા થશે અને ગતિરોધ ખતમ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DL અને RCને તાત્કાલિક કરાવો રિન્યૂ, નહીતર 500 રૂપિયાનો ભરવો પડશે દંડ


પીએમ મોદી કરશે વાત
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું કે 25 તારીખને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી  (Atal Bihari Vajpayee) ના જન્મ દિવસને ભારત સરકાર સુશાસન દિવસના રૂપમાં ઉજવી રહી છે. આ દિવસે સરકાર તરફથી 9 કરોડ ખેડૂતોના ખાતામાં બે કલાકની અંદર 18000 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. આ યોજનાના લાભાર્થી 6 રાજ્યોના 6 ખેડૂતો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વાત કરશે. કાર્યક્રમને વિકાસ ખંડ સ્તર પરથી આયોજિત કરવામાં આવશે. 2 કરોડ ખેડૂતો આ કાર્યક્રમ સાથે જોડાવવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. 

Alert! WhatsApp પર આ મેસેજ આવે તો થઇ જજો સાવધાન! નહીતર ખાલી થઇ જશે Bank Account


સરકાર તમામ શંકાઓને દૂર કરવા માટે તૈયાર
સાથે જ કૃષિ મંત્રીએ કહ્યું કે એમએસપી (MSP) ને લઇને બધી વાતો ખેડૂતોના મનમાં છે પરંતુ સરકર તમામ શંકાઓને દૂર કરવા માટે તૈયાર છે. ખેડૂત આંદોલન (Farmers Protest) પર તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે આશ્વસન આપું છું કે મોદી સરકાર તેમના હિતમાં દરેક પગલાં ભરી રહી છે. તેમણે ખેડૂત યૂનિયનો પાસે ફરી એકવાર ચર્ચાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે ખેડૂત સંગઠન અમને જણાવે કે સરકારના પ્રસ્તાવ પર શું ઉમેરવું છે અને શું ઘટાડવું જોઇએ. ખેડૂત સંગઠન તારીખ-સમય અમને જણાવે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, તેમણે ખેડૂત યૂનિયનોને બિલના ફોર્મેટને સમજીને સરકરને અવગત કરવાનો આગ્રહ કર્યો છે. 


ચર્ચાના માધ્યમથી સમાધાન
કૃષિ મંત્રીએ કહ્યું કે અમે ઇમાનદારીથી સમાધાન તરફ આગળ વધીશું. આંદોલન કેટલું પણ જુનૂ હોય, ચર્ચાના માધ્યમથી સમાધાન નિકળે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ચર્ચા સકારાત્મક સમાધાન નિકળશે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ખેડૂતોને જોઇને તેમને દુખ થાય છે પરંતુ કૃષિ સુધાર બિલ ખેડૂતોના હકમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube