Google Maps વાપરનાર માટે વધારાની સેવાની શરતો
છેલ્લે ફેરફાર કરાયાની તારીખ: 4 જૂન, 2025
Google Mapsનો અથવા Google Maps Platformની સેવાઓને એકીકૃત કરતી ત્રીજા પક્ષની કોઈપણ પ્રોડક્ટ અથવા સેવાનો ઉપયોગ કરીને, વાપરનાર તરીકે તમારે (1) Google સેવાની શરતો અને (2) Google Mapsની આ વધારાની સેવાની શરતો (“Mapsની વધારાની શરતો”) સ્વીકારવી જરૂરી છે. Mapsની વધારાની શરતો Google Maps/Google Earth અને Google Maps/Google Earth APIsનો સંદર્ભ માટે સમાવેશ કરે છે.
કૃપા કરીને આ બધા દસ્તાવેજો ધ્યાનથી વાંચો. આ દસ્તાવેજો સાથે મળીને “શરતો” તરીકે ઓળખાય છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો છો અને અમે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે આ દસ્તાવેજો નિર્ધારિત કરે છે.
જો તમે તમારી Business Profile મેનેજ કરવા માટે Google Mapsમાં માત્ર વેપારી માટેની સુવિધાઓનો ઉપયોગ કરો, તો https://support.google.com/business/answer/9292476 પર જણાવેલી Google Business Profileની શરતો તે ઉપયોગ પર લાગુ થાય છે.
અમે તમને અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એ સમજાવે છે કે અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ, તે શા માટે એકત્રિત કરીએ છીએ અને તમે કેવી રીતે તમારી માહિતી અપડેટ, મેનેજ, નિકાસ અને ડિલીટ કરી શકો છો.
લાઇસન્સ. જ્યાં સુધી તમે આ શરતોનું પાલન કરો, ત્યાં સુધી Google સેવાની શરતો નીચે જણાવેલા કાર્યો કરવા માટેની સુવિધાઓ સહિત Google Mapsનો ઉપયોગ કરવાનું તમને લાઇસન્સ આપે છે:
નકશા જોવા અને તેના પર ટીકાટિપ્પણી કરવાની;
KML ફાઇલો અને મૅપ લેયર બનાવવાની, અને
યોગ્ય એટ્રિબ્યુશનવાળા કન્ટેન્ટને વીડિયોમાં અને પ્રિન્ટમાં, સાર્વજનિક રીતે ઑનલાઇન ડિસ્પ્લે કરવાની.
તમને Google Maps વડે જે કરવાની પરવાનગી છે તે ખાસ બાબતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને Google Maps, Google Earth અને Street Viewનો ઉપયોગ કરવાની પરવાનગીઓનું પેજ જુઓ.
પ્રતિબંધિત આચરણ. આ કલમ 2નું પાલન કરવું, એ Google Mapsનો ઉપયોગ કરવાના તમારા લાઇસન્સ માટેની શરત છે. જ્યારે તમે Google Mapsનો ઉપયોગ કરતા હો, ત્યારે તમે આ કરી (અથવા તમારા વતી કામ કરનારાઓને આની પરવાનગી આપી) શકશો નહીં:
Google Mapsના કોઈપણ ભાગનું પુનઃવિતરણ અથવા વેચાણ અથવા Google Maps પર આધારિત નવી પ્રોડક્ટ અથવા સેવા બનાવવી;
કન્ટેન્ટ કૉપિ કરવું (સિવાય કે તમને Google Maps, Google Earth અને Street Viewનો ઉપયોગ કરવાની પરવાનગીઓના પેજ અથવા "ઉચિત ઉપયોગ" સહિત લાગુ થતા બૌદ્ધિક સંપદા કાયદા દ્વારા, આમ કરવાની પરવાનગી આપવામાં આવી હોય);
જથ્થાબંધ ડાઉનલોડ કરવું અથવા કન્ટેન્ટના બલ્ક ફીડ બનાવવા (અથવા કોઈ અન્ય વ્યક્તિને આમ કરવા દેવું);
Google Mapsનો વિકલ્પ હોય તેવી અથવા નોંધપાત્ર રીતે તેના જેવી સેવાના ઉપયોગ માટે, (મૅપિંગ અથવા નૅવિગેશનના ડેટાસેટ, વ્યવસાયની સૂચિઓના ડેટાબેઝ, ઇમેઇલ મેળવનારની સૂચિ અથવા ટેલિમાર્કેટિંગની સૂચિ સહિત) મૅપિંગ-સંબંધિત અન્ય કોઈ પણ ડેટાસેટ બનાવવા અથવા વધારવા માટે Google Mapsનો ઉપયોગ કરવો અથવા
Android Auto જેવી Google દ્વારા પ્રદાન કરવામાં આવતી ચોક્કસ સુવિધા મારફતે નહીં પણ અન્ય રીતે, રિઅલ-ટાઇમ નૅવિગેશન અથવા સ્વયં-સંચાલિત વાહનના નિયંત્રણ માટેની અન્ય લોકોની પ્રોડક્ટ અથવા સેવાઓ સાથે અથવા તેના સંદર્ભમાં Google Mapsના કોઈપણ ભાગનો ઉપયોગ કરવો.
વાસ્તવિક પરિસ્થિતિઓ; જોખમની ધારણા. જ્યારે તમે Google Mapsના નકશાના ડેટા, ટ્રાફિક, દિશાનિર્દેશો અને અન્ય કન્ટેન્ટનો ઉપયોગ કરો, ત્યારે તમને નકશાના પરિણામો અને કન્ટેન્ટથી ભિન્ન વાસ્તવિક પરિસ્થિતિઓ જોવા મળી શકે છે, તેથી તમારો સ્વતંત્ર નિર્ણય લો અને તમારા પોતાના જોખમે Google Mapsનો ઉપયોગ કરો. તમે હંમેશાં તમારા આચરણ અને તેના પરિણામો માટે જવાબદાર છો.
Google Mapsમાં તમારું કન્ટેન્ટ. તમે Google Maps મારફતે અપલોડ, સબમિટ, સ્ટોર કરો, મોકલો અથવા મેળવો તે કન્ટેન્ટ Googleની સેવાની શરતોને આધીન છે, જેમાં “તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી” નામના વિભાગમાંનું લાઇસન્સ શામેલ છે. તેમ છતાં, માત્ર તમારા ડિવાઇસ પર સ્થાનિક રહે છે તે કન્ટેન્ટ (જેમ કે સ્થાનિક રીતે સ્ટોર કરેલી KML ફાઇલ) Google પર અપલોડ કે સબમિટ કરવામાં આવતું નથી અને તેથી તે લાઇસન્સને આધીન નથી.
સરકારી વાપરનારા. જો તમે સરકારી એકમના પ્રતિનિધિ તરીકે Google Mapsનો ઉપયોગ કરી રહ્યાં હો, તો નીચેની શરતો લાગુ થાય છે:
નિયામક કાયદો.
- યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપિયન યુનિયનના શહેરના અથવા રાજ્યના સરકારી એકમો માટેે, નિયામક કાયદા અને સ્થળ સંબંધી Google સેવાની શરતો વિભાગ લાગુ નહીં થાય.
- યુનાઇટેડ સ્ટેટ્સ સંઘીય સરકારી એકમો માટે, નિયામક કાયદા અને સ્થળ સંબંધી Google સેવાની શરતો વિભાગને નીચેની ટેક્સ્ટથી બદલવામાં આવ્યો છે: “આ શરતોનું સંચાલન, અર્થઘટન અને અમલીકરણ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કાયદાઓ મુજબ, કાયદાકીય ટકરાવના સંદર્ભને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવશે. સંપૂર્ણપણે સંઘીય કાયદા દ્વારા પરવાનગી આપેલી સીમા સુધી: (A) લાગુ થતા સંઘીય કાયદાની અનુપસ્થિતિમાં કેલિફોર્નિયા રાજ્યનો કાયદો (કેલિફોર્નિયાના કાયદાકીય ટકરાવ માટેના નિયમો સિવાય) લાગુ થશે અને (B) આ શરતોથી ઉદ્ભવતા અથવા તેનાથી કે Google Mapsથી સંબંધિત કોઈપણ તકરારનો દાવો સાન્ટા ક્લારા કાઉન્ટી, કેલિફોર્નિયાની સંઘીય અદાલતોમાં કરવામાં આવશે અને પક્ષો તે અદાલતોમાં વ્યક્તિગત અધિકાર ક્ષેત્રની સંમતિ આપે છે.”
યુએસ સરકાર દ્વારા પ્રતિબંધિત હકો. યુનાઇટેડ સ્ટેટ્સ સંઘીય સરકાર દ્વારા અથવા તેના માટે Google Mapsનો બધો ઍક્સેસ અથવા ઉપયોગ Google Maps/Google Earth કાયદેસર નોટિસ.માં "યુએસ સરકાર દ્વારા પ્રતિબંધિત હકો" વિભાગને આધીન છે.