Drive logo

ડ્રાઇવની સ્ટોરેજ સુવિધાઓનું અન્વેષણ કરો

તમારી સામગ્રી, તમારી રીતે - ડ્રાઇવ સુવિધાઓ

 

તમારું સ્ટોરેજ ડ્રાઇવ, Gmail અને Google Photos સાથે કાર્ય કરે છે, તેથી તમે સીધા જ ડ્રાઇવ પર ફાઇલો સંગ્રહિત કરી શકો છો, ઇમેઇલ જોડાણ સાચવી શકો છો અને ફોટાનો બેક-અપ લઈ શકો છો. તમે જરૂર પડવા પર વધુ મોટી મેઘ સંગ્રહ યોજના ખરીદી પણ શકો છો.

15 GB મફત Google ડ્રાઇવ સ્ટોરેજનો લોગો

ફોટા, વિડિઓઝ, પ્રસ્તુતિઓ, PDF – Microsoft Office ફાઇલો પણ. પછી ભલેને ફાઇલ કોઈપણ પ્રકારની હોય, ડ્રાઇવમાં બધું જ સુરક્ષિત રૂપે સંગ્રહિત કરી શકાય છે.

છબીઓ, દસ્તાવેજો અને સંગીત સહિત Google ડ્રાઇવ ફાઇલ પ્રકાર સૂચિ

ડ્રાઇવમાંની ફાઇલો ખાનગી હોય છે, સિવાય કે તમે તેમને શેર કરવાનું નક્કી કરો. તમે પસંદ કરો છો તે કોઈપણ ફાઇલને જોવા, ટિપ્પણી કરવા અને સંપાદિત કરવા માટે તમે અન્ય લોકોને ઝડપથી આમંત્રિત કરી શકો છો. તેણે ઑનલાઇન સહયોગ સરળ બનાવ્યો છે.

Google ડ્રાઇવ ગોપનીયતા અને શેરિંગ વિકલ્પો

તમારી ફાઇલ સુરક્ષા મહત્વપૂર્ણ છે. તેથી જ ડ્રાઇવમાંની દરેક ફાઇલ સુરક્ષિત રહે છે પછી ભલેને તમારા સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર પર ગમે તે થાય. Gmail અને અન્ય Google સેવાઓમાં જે સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે તેવા જ SSL નો ઉપયોગ કરીને ડ્રાઇવને એન્ક્રિપ્ટ કરવામાં આવી છે.

Google ડ્રાઇવ સુરક્ષા લૉક

Google સાથે કામ કરવા માટે નિર્મિત

 
એક ક્લિક સાથે ડ્રાઇવ પર Gmail ફોટો જોડાણ સાચવવામાં આવી રહ્યું છે

Gmail માં જોડાણ પર હોવર કરો અને ડ્રાઇવ લોગો જુઓ. અહીં, તમે કોઈપણ જોડાણોને ગોઠવવા અને તેમને એકલ, સુરક્ષિત સ્થાન પર શેર કરવા માટે તમારી ડ્રાઇવ પર સાચવી શકો છો.

એક ક્લિક સાથે ડ્રાઇવ પર Gmail ફોટો જોડાણ સાચવવામાં આવી રહ્યું છે

ડ્રાઇવ, તમારી છબીઓમાંના ઑબ્જેક્ટ્સ અને સ્કેન કરેલા દસ્તાવેજોમાં ટેક્સ્ટને ઓળખી શકે છે. તેથી તમે “Eiffel Tower” જેવા શબ્દને શોધી શકો છો અને તે શબ્દ સાથેના ટેક્સ્ટ દસ્તાવેજો તેમજ વાસ્તવિક એફિલ ટાવરની છબીઓ મેળવી શકો છો.

Google ડ્રાઇવ પર સંગ્રહિત અને Google+ પર શેર કરેલ ઓરેગોન સમુદ્રતટનો ફોટો

ડ્રાઇવમાં તમારા ફોટા સંગ્રહિત કરો અને Google Photos સાથે તેમને જીવંત બનતાં જુઓ. કોઈ પ્રયાસ વિના કુશળતાથી સંપાદિત દેખાવ, ઉપરાંત એનિમેશન્સ, મૂવીઝ અને વધુ મેળવો..

Chromebooks પર Google ડ્રાઇવ ડેટા

Google ડ્રાઇવ, Chromebooks માં બિલ્ટ-ઇન છે, તેથી તમારી ફાઇલો અને ફોટાનું આપમેળે બેકઅપ લેવામાં આવે છે. તમને તદ્દન નવી Chromebooks માં બે વર્ષ માટે 100GB મફત સ્ટોરેજ મળશે.

 

ઍપ્લિકેશનો સાથે કુશળતાપૂર્વક કાર્ય કરો

 

બનાવો અને અન્ય લોકો સાથે સહયોગ કરો. અમારી દસ્તાવેજ, શીટ્સ અને સ્લાઇડ્સ ઍપ્લિકેશનો સાથે ઝડપથી દસ્તાવેજો અને ફાઇલો શેર કરો, સ્પ્રેડશીટ્સ બનાવો અને પ્રસ્તુતિ બનાવો.

Google ડ્રાઇવ, દસ્તાવેજ, શીટ્સ અને સ્લાઇડ્સ શેરિંગ માટે ઉપલબ્ધ

Google ફોર્મ્સ તમને એક સર્વેક્ષણ ચલાવવા દે છે અથવા એક સરળ ઑનલાઇન ફોર્મ સાથે ઝડપથી એક ટીમ રોસ્ટર બનાવવા દે છે. પછી સ્પ્રેડશીટમાં સરસ રીતે ગોઠવાયેલ પરિણામો તપાસો.

Google ડ્રાઇવ પર Google ફોર્મ્સનું ઉદાહરણ

આકૃતિઓની રચના કરો, ફ્લો ચાર્ટ્સ બનાવો અને પછી સહેલાઇથી તેમને અન્ય દસ્તાવેજોમાં ઉમેરો અથવા તેમને Google ડ્રોઇંગ્સ વડે વેબસાઇટ પર એમ્બેડ કરો.

Google ડ્રોઇંગ્સ આઇકન

તમારો પ્રોફાઇલ ફોટો સંપાદિત કરો, કેટલાંક ભૂદૃશ્ય બનાવો, માનસ ચિત્રણ કરો અને વધુ કાર્ય કરો. 100 થી વધુ ડ્રાઇવ ઍપ્લિકેશનો તમારી સામગ્રી સાથે વધુ કાર્ય કરવામાં તમારી સહાય કરી શકે છે. Chrome વેબ દુકાનમાં ડ્રાઇવ સંગ્રહ માંથી એક ઇન્સ્ટૉલ કરીને તેમને અજમાવો.

100 કરતાં વધુ Google ડ્રાઇવ ઍપ્લિકેશનો ઉપલબ્ધ

ડ્રાઇવને હજીપણ વધુ ઉપયોગમાં લો

 
Android ફોનથી ફોટો લઈને ડ્રાઇવ પર દસ્તાવેજ સાચવવાનું ઉદાહરણ

Android માટે ડ્રાઇવ સાથે તમારા બધા કાગળ દસ્તાવેજોને સ્કેન કરો. રસીદો, પત્રો અને પત્રકો જેવા મહત્વના દસ્તાવેજોનો બસ એક ફોટો લો અને ડ્રાઇવ ઝડપથી તેમને PDF તરીકે સંગ્રહિત કરશે.

Google ડ્રાઇવ ઑફલાઇન અથવા ઑનલાઇન સ્વિચ

ફાઇલોને ઑફલાઇન ઉપલબ્ધ બનાવો જેથી જ્યારે પ્લેન પર અથવા ખરાબ કનેક્શનવાળી ઇમારતમાં તમારો ફોન અથવા ટેબ્લેટ સેવા ગુમાવે, ત્યારે તેમને જોઈ શકો.

Google ડ્રાઇવ ફાઇલ પુનરાવર્તન ઇતિહાસ ઉદાહરણ

તમે 30 દિવસ સુધી મોટાભાગના ફાઇલ પ્રકારો પર કોણે ફેરફારો કર્યા તે જોવાનું સરળ બનાવી પાછા જોઇ શકો છો અને પહેલાંના સંસ્કરણો પર પાછા જઈ શકો છો. એટલે કે ફાઇલ સંસ્કરણ સરળ બન્યું છે.