અમે ક્યારે, ક્યાં અને કેવી રીતે 360⁰ની છબીઓ એકત્રિત કરીએ છીએ તે જાણો
Googleના રંગબેરંગી Street View કાફલાને મળો અને જાણો કે અમે વિશ્વના નકશાને પ્રબળ બનાવવા માટે 360⁰ની છબીઓ કેવી રીતે એકત્રિત કરીએ છીએ.
ફોટોગ્રાફીના સ્રોતો
અમે આ મહિને ક્યાં નકશા બનાવી રહ્યાં છીએ
તમારા અનુભવને બહેતર બનાવે અને તમારી આજુબાજુનું વિશ્વ શોધવામાં તમને સહાય કરે તેવી છબીઓ તમારા સુધી લાવવા માટે અમે સમગ્ર વિશ્વમાં ડ્રાઇવ અને ટ્રેક કરીએ છીએ. જો તમે હાથ હલાવીને અમારી ટીમનું અભિવાદન કરવા માગતા હો, તો નીચે જુઓ કે તે તમારી નજીકના લોકેશન પર ક્યારે આવશે.
../../streetview/static/feed/driving/data.json
| Date | District |
|---|
અમારા નિયંત્રણ બહારના પરિબળો (હવામાન, રસ્તા, બંધ હોવા, વગેરે)ને કારણે, અમારી કાર ન ચાલતી હોય તેવું હંમેશાં સંભવિત છે અથવા મામૂલી ફેરફારો થાય તેવું પણ બની શકે છે. કૃપા કરીને એ બાબત પણ નોંધી લો કે જ્યાં સૂચિમાં વિશેષ શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તેમાં એ વધુ નાનાં શહેરો અને નગરોનો સમાવેશ હોય શકે છે જ્યાં અમે ડ્રાઇવિંગ કરીને પહોંચી શકતાં હોઈએ.
વિશ્વની અજાયબીઓને ઉજાગર કરવા માટે તૈયાર થયેલો કાફલો
અમે સાતેય ખંડો પર અવિશ્વસનીય સ્થાનોની મુલાકાત લીધી છે અને હજી વધુ સ્થાનોની મુલાકાત લેવાના છીએ. અમે રસ્તા પર ઉતરીએ તે પહેલાં, અમે માત્ર યોગ્ય કાફલાને ઉપયોગમાં લેવા અને શ્રેષ્ઠ છબી એકત્રિત કરવા માટે ભૂપ્રદેશ, પર્યાવરણની પરિસ્થિતિઓ અને વસ્તીની ગીચતા સહિતના ઘણા પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ.
Street View કાર
ટ્રેકર
નકશાને જીવંત બનાવવા વિશે
છબીઓ એકત્રિત કરવી
સૌથી પહેલાં અમારે ચારે દિશામાં ડ્રાઇવ કરવું અને ગલી દૃશ્યમાં બતાવવા માટે સ્થાનોના ફોટોગ્રાફ લેવા જરૂરી છે. અમે શ્રેષ્ઠ સંભવિત છબીને ક્યારે અને ક્યાં એકત્રિત કરી શકાય તે નક્કી કરવા માટે વિવિધ વિસ્તારોના હવામાન અને વસ્તીની ગીચતા સહિત ઘણાં પરિબળો પર મહત્તમ ધ્યાન આપીએ છીએ.
છબીઓ સંરેખિત કરવી
પ્રત્યેક છબીને નકશા પર તેના ભૌગોલિક સ્થાન સાથે મેળ કરવા માટે, અમે કાર પરના GPS, ગતિ અને દિશા નિર્દેશ માપનારા સેન્સરના સિગ્નલનું સંયોજન કરીએ છીએ. આ અમને કારના ચોક્કસ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં અને છબીઓને જરૂરિયાત મુજબ ટિલ્ટ કરવામાં અને ફરી સંરેખિત કરવામાં પણ સહાય કરે છે.
ફોટાને 360 ફોટામાં રૂપાંતરિત કરવા
360 ફોટાઓમાં ખાલી જગ્યા ટાળવા માટે, સંલગ્ન કૅમેરા આંશિક રીતે ઓવરલૅપ થતા ચિત્રો લે છે અને પછી અમે ફોટાઓને એકસાથે 'સાંધીને' એક 360 ડિગ્રી છબી બનાવીએ છીએ. પછી અમે 'સાંધા' ઘટાડવા અને સહજ સંક્રમણો બનાવવા માટે વિશિષ્ટ છબી પ્રક્રિયા ઍલ્ગોરિધમ લાગુ કરીએ છીએ.
તમને યોગ્ય છબી બતાવવી
કારના લેઝર જેટલી ઝડપથી સપાટીઓને પ્રતિબિંબિત કરે છે તે અમને જણાવે છે, કે કોઈ ઇમારત અથવા પદાર્થ કેટલો દૂર છે, અને અમને દુનિયાનું 3D મૉડલ બનાવવામાં સહાય કરે છે. જ્યારે તમે Street Viewમાં કોઈ અંતરવાળા વિસ્તારમાં જાઓ, ત્યારે આ તે લોકેશન માટે તમને બતાવવા હેતું શ્રેષ્ઠ પૅનોરમા નક્કી કરે છે.
AIના નવા અનુભવોને બેહતર બનાવવા
પ્રક્રિયા કરેલો Street View ડેટા Googleના સૌથી અદ્યતન જનરેટિવ AI મૉડલ, જેમ કે Gemini, Nano Banana અને Veo માટે તાલીમ અને ઇનપુટ ડેટા તરીકે પણ વપરાય છે. આનાથી ગ્રાહકો અને વ્યાવસાયિકોના ઉપયોગોની વિશાળ શ્રેણી માટે નવી, કૃત્રિમ છબીઓ જનરેટ કરવામાં મદદ મળે છે, જે વિશ્વની ઊંડી સમજણથી લાભ મેળવે છે. આ જનરેટિવ ઉપયોગો પહેલાં, અમે અમારી ઉદ્યોગ-અગ્રણી પ્રાઇવસીના સંરક્ષણો લાગુ કરીએ છીએ, જેમાં છબીઓમાં રહેલા લોકો અને વાહનોને બ્લર કરવા અને AI દ્વારા તેમને દૂર કરવાનો સમાવેશ થાય છે, જેથી એ ખાતરી કરી શકાય કે અમારું AI ડેવલપમેન્ટ Googleના જવાબદાર AI ડેવલપમેન્ટના સિદ્ધાંતો સાથે મેળ ખાય છે.